Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસે આંકડાના જુગાર રમતા બે ઇસમોને ઝડપી લીધા.

Share

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી દારુ જુગારની પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના પોલીસ તંત્રને સુચનાઓ આપવામાં આવેલ છે. તે અંતર્ગત આજરોજ નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝરણા ગામે નિશાળ ફળીયામાં રહેતો રણછોડભાઇ રૂમસીભાઇ ચૌધરી નામનો ઇસમ કબીરગામના વીનુભાઇ રામજીભાઇ વસાવા સાથે મળીને તેમના ઘરની આગળ ઓટલા ઉપર બેસીને આંક ફરકનાં આંકડા લખે છે. મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ પોલીસે રેઈડ કરતા સ્થળ ઉપર હાજર મળેલ આ બે ઇસમોને આંકડા લખતા પકડી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપીયા તથા બે મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૧૨૧૫૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલ ઇસમો રણછોડભાઇ રૂમસીભાઇ ચૌધરી રહે.ઝરણા , નિશાળ ફળિયુ , તા.નેત્રંગ ,જી.ભરૂચ તેમજ વીનુભાઇ રામજીભાઇ વસાવા રહે. કબીરગામ , રાઠોડફળિયુ ,તા.નેત્રંગ, જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકા માટે વિકાસશીલ તાલુકા હેઠળ રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર…

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના વેડચ-ઉબેર માર્ગ ઉપર વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાઈ, મુસાફરો સલામત રીતે બહાર નીકળ્યા

ProudOfGujarat

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!