Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અન્ય કિન્નરો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળતા 80 થી 100 કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

Share

આજરોજ કાપોદ્રા વિસ્તારમાં કિન્નરો ભેગા થયાં હતા અને કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. બચુમાસી નામની નામચીન કિન્નરે આરતીમાસી અને સોનકંકુમાસી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજરોજ કિન્નરોનો બનાવ સામે આવ્યો હતો. કિન્નરોનો ગુરુ બચુભાઈ માસી તેમના સાથી મિત્રો સાથે મોટા મોટા જુગારના અડ્ડાઓ ચલાવે છે અને તેમનો રાજકારણમાં મોટો હાથ હોવાથી પાયલમાસી નામની કિન્નરને સુરતના વિસ્તારમાં લોકો પાસેથી પૈસા ઉધરાવાની ધમકી આપવામાં આવી હતી અને જો પૈસા ઉઘરાવશે નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ દરમિયાન બચુભાઈ માસી જોડે પોલીસ દ્વારા વાત કરતા બરાબર જવાબ આપ્યો ન હતો જેને પગલે પાયલમાસી દ્વારા અમરોલી, વરાછા અને કાપોદ્રા પોલીસ મથકમાં બચુમાસી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આજરોજ 80 થી 100 કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.

જયદીપ રાઠોડ, સુરત.

Advertisement

Share

Related posts

જંબુસર પોલીસે કાવા ગામ નવી નગરી ખાતેથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

જાણો કોરોના વાયરસનાં દર્દીઓને બચાવનારા પ્લાઝમા શું છે દેશની પ્રથમ પ્લાઝમા બેંક બનાવવાનો ગુજરાતનો દાવો .

ProudOfGujarat

નવરાત્રિ પર્વને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!