વેલ્સપન કોર્પ લિમિટેડ વાગરા કંપની દ્વારા ભૂતકાળમાં અને હમણાં સરકારની કોઈ પ્રકારની મંજૂરી લીધા વિના કંપની બંધ કરી દેવાની નિતીએ કંપનીમાં કામ કરતા 400 જેટલાં કામદારોને કંપનીના અન્ય યુનિટમાં રાજ્ય અને રાજ્ય બહાર સામુહિક બદલી કરી દેવામાં આવી હતી. જેથી આજરોજ ફરી એકવાર વેલ્સપન કંપનીના કર્મચારીઓ ભરૂચ જિલ્લાના એસ.પી ને આવેદન પાઠવીને રજુઆત કરવા પહોંચ્યા હતા.
મળેલ માહીતી મુજબ અગાઉ શરૂઆતમાં 23/06/2021 ના રોજ ભરૂચ કલેકટર, એસ. પી, વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર લખીને રજુઆત કરવામાં આવી હતું ત્યારબાદ તા. 28/06/2021 ના રોજ ડિમાન્ડ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હાલ 30/06/2021 ના રોજ રાજ્ય મુખ્યમંત્રી, શ્રમ આયુક્ત ભરૂચ, નયાંવ શ્રમ આયુક્ત વડોદરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિને પગલે 400 જેટલાં કામદારો હેરાન પરેશાન થઇ ચુક્યા છે સાથે તેઓ રસ્તા પર આવી ગયા હોવાની નોબત આવી ગઈ છે તેથી આવનારા સમયમાં કોઈ કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની કામદારોએ ચીમકી આપી હતી અને ભરૂચ એસ.પી ને આવેદન પાઠવીને રજુઆત કરી હતી.