Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તવરા રોડ પાછળ આવેલ આંબાવાડીનાં આંબાના ઝાડ પર લટકીને યુવકે જીવન ટુકાવ્યું ..!

Share

ગત સાંજના સમયે ભરૂચ જિલ્લાના તવરા રોડ પર આવેલ 7-x ના પાછળના વિસ્તારમાં એક યુવકે આંબાના ઝાડ પર લટકીને મોતને ભેટયો હતો. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.

આજકાલના યુવાનો જિંદગીથી હારી જઈને આપધાત કરવાના કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જીલ્લાનો એક કિસ્સો સામે આવ્યો છે, ભરૂચ જિલ્લાના તવરા ગામ પાસે આવેલ 7-x ના પાછળના વિસ્તારમાં એક યુવક ઉમેશભાઈ પ્રતિભાઇ આમલણીયા જેની ઉંમર 20 વર્ષ હતી તેને આંબાવાડીમાં આવેલ આંબાના ઝાડ પર કોઈક અગમ્ય કારણોસર એક કાપડની મદદથી ગળે ફાંસો ખાઈને લટકી ગયો હતો જેનાં પગલે તેનું મોત નીપજયું હતું અને આસપાસના લોકોને જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જે અંતર્ગત પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

ભરૂચ પોલીસનો કાફલો ત્યાં પહોંચતાની સાથે જ લાશને નીચે ઉતારીને ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાઓને લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી.

ProudOfGujarat

અંકલેશ્વર-પાર્કિગમાં રહેલા વાહનો સળગી ઉઠતા મચી અફરાતફરી-આગનું રહસ્ય હજુસુધી અંકબંધ..!!જાણો વધુ…

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!