Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકામાં ભાજપે સામાન્ય સભા યોજીને ૧૫ સમિતીઓનાં ચેરમેનની નિમણૂક કરી.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકા ફરી એકવાર ચર્ચાનુ કેન્દ્ર બની છે. ભાજપે પાલિકાની વિવિધ સમિતીઓમાં પોતાનુ સ્થાન જમાવી લેવામા સફળતા મેળવી છે. ભાજપે સમાન્ય સભાની કામગીરી નેવે મૂકીને કરીને હોવાનો આક્ષેપ વર્તમાન પાલિકા પ્રમુખ દ્વારા કરવામા આવ્યો છે. હાલમા અપક્ષોનુ શાસન ગોધરા નગરપાલિકામાં છે.

ગોધરા નગરપાલિકાની સામાન્ય સભા સરદાર નગર ખંડ સાથે નગરપાલિકાના ૧૫ સભ્યોને સમિતી મેમ્બર બનાવી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના અપક્ષના પ્રમુખ સામાન્ય સભાની કાર્યવાહી પાલિકાના નિયમો નેવે મુકીને કરવાનો આક્ષેપ કરવામા આવી રહ્યો છે. હાલમા ગોધરા નગરપાલિકામાં અપક્ષ અને એ.આઇ.એમ.આઈ.ની પાર્ટીના ગઠબંધનનું શાસન ચાલી રહ્યુ છે. ભાજપને વિપક્ષમા બેસવાનો વારો આવ્યો છે. હાલમા વિવિધ સમિતીઓના ચેરમેનની વરણી બાકી હતી. જેને લઈને સામાન્ય સભા યોજાવાની હતી પણ અભિનેતા દીલીપ કુમારનું અવસાન થતા સમાન્ય સભા ગુરુવારે યોજાવાની હતી તે રદ કરવામા આવી હતી.

શુક્રવારે સામાન્ય સભા મળી હતી, પરંતુ તેમા ચાલુ સત્તાધીશો ઉપસ્થિત રહ્યા ન હતા. પણ ભાજપે નગરપાલિકાની વિવિધ સમીતીઓનું ગઠન કરવામા આવ્યુ હતુ. ૧૬ જેટલી સમિતીઓનુ ગઠન કરવામાં ભાજપ સફળ રહી હતી, અપક્ષ નગરપાલિકાના સભ્ય સંજયભાઇ સોની દ્વારા ચીફ ઓફીસર સામે વિવિધ સમિતીઓની વરણીઁને લઇને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ભાજપે વિવિધ સમિતીઓમા પગ પેસારો કરતા રાજકારણ ગરમાયુ છે. હવે શહેરમાં પાલિકામાં પ્રમુખ -ઉપપ્રમુખ ભાજપના આવશે તેવી અટકળો આવશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. આ મામલાને હાઈકોર્ટમા પડકારશુ તેમ પાલિકા પ્રમુખ દ્વારા કહેવામા આવ્યુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

ગોધરાના પ્રોફેસરના ઘરના આંગણામાં ઉછરેલા ગુલાબના છોડને મળ્યુ લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.!!જાણો કેમ.?

ProudOfGujarat

પોલીસને ચકરાવે ચઢાવે તેવી રહસ્યોની માયાજાળ : અમરતપુરા ગામે ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યા બાદ બીજી જગ્યા પરથી શરીરના બીજા ભાગોની બેગ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!