Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાંજરાપોળ ખાતે “શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યા” ભક્તિમય વાતાવરણમાં યોજાઈ

Share

 

ભરૂચ.

Advertisement

રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશાખ વદ અમાસના પવિત્ર શનિવારે ભરૂચ પાંજરાપોળ ખાતે પાંચમી “શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાઈભક્તિનું ભાવપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

કાર્યક્રમમાં મનીષભાઈ, રાજુભાઈ, નરેન્દ્રભાઈ ટેલર, કાંતિભાઈ, જયેશભાઈ, હર્શિલભાઈ, હિતેષભાઈ, મીનાબેન અને નવીનભાઈ સહિતના ભજનિકોએ મધુર સાઈ ભજનો રજૂ કરી હાજર ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી સાઈબાબાની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાઈભક્ત પૂજા પચીગરે સાઈબાબાના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરી ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરૂચ પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. મોટી સંખ્યામાં સાઈભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં સ્થાપિત રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 12 હજારથી વધુ જરૂરિયાતમંદોને બ્લડની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. સાથે જ 100થી વધુ રક્તદાન કેમ્પો અને 750થી વધુ સેવાભાવી વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સબજેલ ખાતે કેદીઓના ઉત્થાન માટે પણ વિવિધ સેવાકીય અને પ્રેરણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ઈશા કોપ્પીકર એક ભાવનાત્મક વાર્તા સાથે પરત ફરે છે: ‘રોકેટશીપ’નું ટ્રેલર માતા-પુત્રીની એક શક્તિશાળી વાર્તા રજૂ કરે છે જે તમારા આત્માને સ્પર્શી જશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં બારડોલી હોસ્પીટલ, બારડોલી દ્વારા સર્વ રોગનિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તાજપુરાનાં નારાયણધામ ખાતે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!