Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેશનલ હાઈવે-48 પર લાવારિસ ઈકો કારમાંથી ₹4.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર

Share

ભરૂચ:
મોહરમ અને આગામી રથયાત્રા તહેવારને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરાયેલી સઘન કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અંકલેશ્વર ખાતે નેશનલ હાઈવે-48 પર લાવારિસ હાલતમાં ઉભેલી ઈકો કારમાંથી ₹4.53 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે.
પોલીસને બાતમી મળી હતી કે GJ-15-CM-3271 નંબરની ઈકો કાર નર્મદા ગેટ હોટલ સામે સર્વિસ રોડ પર શંકાસ્પદ હાલતમાં ઉભી છે. બાતમીના આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતાં કાર લાવારિસ હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 1,032 ટીન મળી આવ્યા હતા.
પોલીસે દારૂનો જથ્થો ₹2,53,368 અને ઈકો કારની કિંમત ₹2 લાખ મળીને કુલ ₹4,53,368નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પો.સ.ઇ. વી.પી. મલ્હોત્રા તથા એલસીબી ભરૂચની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ કામગીરી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનના ગુનાઓ પર અંકુશ લાવવાના હેતુથી હાથ ધરવામાં આવી હતી.

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં દલવાડા ગામ પાસે કોતરમાં ટ્રક ખાબકી, ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામના અંજુમન સાર્વજનિક દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

See Machu Picchu & Other Highlights Of Peru For $899

admin

Leave a Comment

error: Content is protected !!