Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવ્યાંગ વાલીઓના બાળકો માટે સ્કુલ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો : વર્લ્ડ વાઇડ હ્યુમનકેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન

Share

 

ભરૂચ.

Advertisement

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. 17/05/2026ના રોજ ભરૂચ બાયપાસ નજીક પટેલ સોસાયટી પાસે આવેલ વર્લ્ડ વાઇડ હ્યુમનકેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગ વાલીઓના બાળકો માટે સ્કુલ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત એવા બાળકોને શૈક્ષણિક સહાયરૂપ થવા માટે સ્કુલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમના માતા-પિતા દિવ્યાંગ છે. આ સેવાકીય કાર્યક્રમમાં શબ્બીર વાઝા વહાલુવાલા તેમજ સાજીદભાઇ સખી પરીએજવાલા તરફથી સ્કુલ કિટનું દાન આપવામાં આવ્યું હતું.

વિતરિત કરાયેલ કિટમાં દરેક વિષયની ગાઇડ, ચોપડા, પેન-પેન્સિલ સેટ તેમજ પાણીની બોટલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ 46 જેટલા લાભાર્થી બાળકોને કિટનો લાભ મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શબ્બીરભાઇ વાઝા, અબ્દુલભાઇ કામથી, ઇમરાન પટેલ (કાઉન્સિલર, વોર્ડ નં. 1) તેમજ આસીફભાઇ સરપંચ ખોજબર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજર જાવીદભાઇ, અબ્દુસ્સમદ સાહેબ, સૈયદ રિયાઝબાવા વાઇટ હાઉસ તથા સંસ્થાના સ્ટાફે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.


Share

Related posts

વડોદરાના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનની ટાંકી પાસેથી હજારો લીટર પાણીનો વેડફાટ.

ProudOfGujarat

નડિયાદમાં રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ: દર વર્ષે બાળ મજુરી સામે વિશ્વ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!