Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માંથી ૪ લાખ ઉપરાંત ની ચીલઝડપ કરનાર પોલીસ ના સકંજામાં જાણો વધુ….!!!

Share

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માંથી ૪ લાખ ઉપરાંત ની ચીલઝડપ કરનાર પોલીસ ના સકંજામાં જાણો વધુ….!!!
(હારૂન પટેલ)ગત થોડા દિવસઃ અગાઉ ૨૧ મેં ના રોજ ભરૂચ શહેર ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ મુતરડી નજીક સાંજ ના સમયે રોડ નજીક પાર્ક કરેલ કાર ના કાંચ તોડી ૪.૩૦ લાખ સનસનાટી ભરી ચીલઝડપ ની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…….
ધોળે દિવસે ભરચક વિસ્તાર માંથી લાખ્ખો રૂપિયા ની ચીલઝડપ કરી પોલીસ સામે પડકાર ફેકનાર ઇશ્મો ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરી ના દિવસો માં ઝડપી પાડ્યા હતા….
પોલીસ તપાસ માં માલુમ પડ્યું હતું કે ફરિયાદી ઈમ્તિયાઝ દાઉદ અલી બગસ રહે.પારખેત નવી નગરી નાઓ ભરૂચ શહેર ના ચકલા વિસ્તાર માંથી તેઓ ની કાર માં રૂપિયા લઇ ને નીકળ્યા હતા ત્યાં થી લઇ બાયપાસ વિસ્તાર સુધી તેઓ ની કાર નો પીછો કરી સમગ્ર ઘટના ક્રમ ને અંજામ આપવામાં આવ્યો હતો….
ભરૂચ પોલીસે અલગ અલગ સ્થાનો ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથ ધરતા અમદાવાદ ખાતે ના  કુબેર નગર પાસે આવેલ રાજધાની ચાલી માં રહેતા ૧૯ વર્ષીય પ્રફુલ ઉર્ફે પારસ અતુલ ભાઈ ઘમંડે નામ માં શખ્સ ની સંડોવણી બહાર આવી હતી અને પોલીસે તેની અટકાયત કરી હતી..જેની પાસે થી ૧ લાખ ૮૦ હજાર ની રોકડ કબ્જે કરી હતી..તેમજ સમગ્ર ઘટના ને અંજામ આપવા માટે તેનો સાથીદાર મિત્ર રાજા બંગાળી રહે છારાનગર અમદાવાદ  અને મોટરસાયકલ ને કબ્જે કરવા અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી……………
સમગ્ર સનસનાટી મચાવનાર ચીલઝડપ ઘટના ને અંજામ આપનાર પ્રફુલ ઉર્ફે પારસ આ અગાઉ પણ આજ પ્રકાર ના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે..ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ને સમગ્ર ચીલઝડપ ના ભેદ ને ઉકેલવામાં મોટી સફળતા ગણતરી ના દિવસો માં પ્રાપ્ત થઇ હોય તે બાબત પણ નકારી શકાતી નથી..અને લોકલ ક્રાઇમ બ્રાંચ ની ઝડપી આ પ્રકાર ની પ્રસંશનીય કામગીરી ને લોકો એ બિરદાવી હતી……..

Share

Related posts

ભરૂચના દહેગામ ચોકડી વિસ્તારમાં કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દહેગામના માજી સરપંચનું મોત

ProudOfGujarat

બંગાળીઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર વિવાદ, પરેશ રાવલે માંગી માફી.

ProudOfGujarat

પાલેજ : એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફૂલ આપી વાતાવરણ હળવું કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!