Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પ્રથમવાર વૈદિક “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન :  સિદ્ધિવિનાયક મંદિર ખાતે સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર આયોજન

Share

સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વૈદિક અને આધ્યાત્મિક કાર્યક્રમને લઈ શહેરના ધાર્મિક વર્તુળોમાં વિશેષ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

પુરાણોમાં વર્ણિત પવિત્ર ભૃગુકચ્છ ભૂમિ તરીકે ઓળખાતું ભરૂચ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહિમા ધરાવતું શહેર છે. માન્યતા મુજબ આ પવિત્ર ધરતી પર બલિરાજાએ પોતાનો ૧૦૦મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જ્યાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી આ ભૂમિને પાવન બનાવી હતી. એવી ઐતિહાસિક અને વૈદિક પરંપરાથી સમૃદ્ધ ધરતી પર યોજાઈ રહેલો આ કાર્યક્રમ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.

Advertisement

કાર્યક્રમ દરમિયાન વેદમૂર્તિ કરણભાઈ રાવલ ની પાવન ઉપસ્થિતિ રહેશે, જે વૈદિક જ્ઞાન અને સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે સમાજસેવી ખુમાનસિંહ વાસિયા એ જિલ્લાના તમામ ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને આ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વેદોના મહત્ત્વ તથા સનાતન ધર્મના મૂળ તત્વોને સમજવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


Share

Related posts

156 માંગરોલ વિધાન સભાના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પુનઃ હેલમેટ ડ્રાઈવ શરૂ, સરકારી કચેરીઓ સામે ખાસ ચેકિંગ 

ProudOfGujarat

અંકલેશ્વરનાં સરકારી ગોડાઉનમાંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!