Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત રેલવે સ્ટેશન પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો.

Share

શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો. દેશભરમાં શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ અને નૂપુર શર્માના નિવેદનને લઈને જે પ્રકારે દેશભરમાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો હતો. દેશભરમાં અલગ-અલગ સ્થળો ઉપર શુક્રવારના દિવસે નમાઝ પઢ્યા બાદ જે પ્રકારે ઉગ્ર દેખાવો પ્રદર્શન કરી રહ્યા છે, તેના કારણે દેશનો માહોલ બગડી રહ્યો હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રકારના પ્રદર્શનો બંધ કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગત શુક્રવારના દિવસે દેશના અલગ-અલગ શહેરોમાં આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓનો સુરત રેલવે સ્ટેશન પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

ProudOfGujarat

વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી બે બાઈક સવાર ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!