Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ટુ-વ્હિલરની બંધ ડીકીને ખોલી ચોરી કરતા રીઢા ગુનેગારની ભરૂચ એ ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી.

Share

ગતરોજ તા. ૧૨/૦૭/૨૦૨૧ નાં રોજ ભરૂચ શહેર લીંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદિર સામે પાર્ક કરેલ એક્ટીવા મોપેડ નંબર GJ-16-BR-0969 ની ડીકીમાં મુકેલ પર્સમાંથી રોકડા રૂપિયા ૫૦૦૦/- તથા સેમસંગ ગેલેક્ષી એ/૭ સ્માર્ટ મોબાઇલ ફોન કીંમત રૂપિયા – ૯,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૧૪,૦૦૦/- તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી થઈ હતી.

સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યમુન સર્વેલન્સનાં આધારે સદર ગુનાને અંજામ આપનાર ઇસમ ભરૂચ શહેર સ્ટેશન સર્કલથી પાંચબતી તરફ ચોરીનો માલ લઇને પસાર થતો હોવાની બાતમી મળતા પાંચબત્તી નજીકથી તેને રોકી લઇ પૂછપરછ દરમ્યાન તેનું નામ એઝાજ ગુલામ મહંમદ મલેક ઉ.વ.૩૫ રહે, આલીડીંગી, ઢાળ પાસે, સૈયદવાડ, ભરૂચ નાઓ પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક મોબાઇલ તથા રોકડા રૂપીયા ૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૪,૦૦૦ નો મુદ્દામાલ સાથે સદર ઇસમની ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

ProudOfGujarat

વડતાલધામમાં દ્વિશતાબ્દી નિમિત્તે સહજાનંદી બાળ શિબિર સંપન્ન, ૨૫૦૦ કરતા વધુ બાળકોએ ભાગ લીધો 

ProudOfGujarat

ભરૂચ મહિલા પોલીસ મથકનો ફોન માત્ર ઇનકમિંગ… તો, આઉટગોઇંગ બંધ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!