આજે “ઇન્ટરનેશનલ યુથ સ્કિલ ડે” ની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. કોરોના જેવી મહામારીના સમયે યંગ ટેલેન્ટેડ ડોક્ટર્સ પ્રજાની સેવા માટે સતત કાર્યશીલ રહ્યાં છે. તેમની આ સેવાને બિરદાવવા માટે આજે “ઇન્ટરનેશનલ યુથ સ્કિલ ડે” પર રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ સુંદર એક પ્રયાસ કર્યો છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રેસિડેન્ટ શૈલજા સિંગ, સેક્રેટરી ધનશ્રી એરમ, પ્રોજેક્ટ ચેર મોસમ પારેખ, હેલ્થ એન્ડ હાઇજીન ચેર સીથા હરિહરન, જોઇન્ટ સેક્રેટરી સિંધુ સુનિલ, આઈપીપી જાસ્મિન મોદી, સુરભીબેન તમાકુવાલા, પીડબલ્યુડી ચેરમેન હેમુ બેન પટેલ તથા અન્ય સભ્યોએ યંગ ડૉક્ટર્સને પ્રશંસાપત્ર આપી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત ફ્રન્ટલાઈન વોરિયર્સ જેમ કે ટ્રાફિક પોલીસ, વેજીટેબલ વેન્ડર્સને ચોકલેટ તથા પાણીની બોટલ આપી કોરોના મહામારીના કપરા સમયગાળામાં ખડે પગે હાજર રહી પોતાનું યોગદાન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
“ઇન્ટરનેશન યુથ સ્કિલ ડે” નિમિત્તે રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાએ કોરોના વોરિયર્સ અને વેજીટેબલ વેન્ડર્સને સન્માનિત કર્યા.
Advertisement