Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલી નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

Share

છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ન‍ાબુદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન એલસીબી પીઆઇ એચ.એચ.રાઉલજી તેમજ પોલીસ ટીમને બોડેલી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ફોર વ્હીલ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારુ લઇને ડભોઇ તરફ જનાર છે. પોલીસે નાકાબંધી કરતા સજ્જાઉદ્દિન રહિમશા દિવાન રહે.અલીરાજપુર મધ્યપ્રદેશનાને ભારતીય બનાવટના વિદેશી દારુ સહિત કુલ રુ.૪૮૦૩૦૦ ના મુદ્દામાલ સાથે જબુગામ હાઇવે રોડ પરથી ઝડપી લઇને બોડેલી પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આને પગલે જિલ્લામાં દારુનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

રાજપીપળા : કેવડિયાના જંગલ સફારી પાર્કમાં પશુપક્ષીઓના દિલોજાન દોસ્ત બન્યા છે આદિવાસી યુવાનો

ProudOfGujarat

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

ProudOfGujarat

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની દેશ આખામાં સ્વછતાની ગિફ્ટ છે પણ વલસાડમાં ગંદકીની !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!