Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામના ક્રિકેટ મેદાન પર ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલા ક્રિકેટ મેદાન પર કરજણ – શિનોર – પોર બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

સંગઠનને સશક્ત કરવામાં, માઈક્રો પ્લાનિંગ સાથે પેજ કમિટી થકી સંગઠનને ચેતનવંતુ રાખનાર સૌ કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવા ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલને અધ્યક્ષ તરીકે પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પક્ષના સંગઠન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરજણ તાલુકાના કોલિયાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કલ્પેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા મહામંત્રી બિરેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કામીશા પટેલ, તાલુકા પંચાયત સભ્ય મહોસીન જોલી, કોલીયાદ ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિન પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વિરમગામ પ્રાન્ત અધિકારીને અધિક કલેક્ટરનું પ્રમોશન મળતા રામમહેમ મંદિરના મહંતે અભિનંદન પાઠવ્યા

ProudOfGujarat

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ સ્થિત સનાતન ધર્મ પરિવારના ગુરુ આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!