Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસ મથકમાં બકરી ઈદનાં પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

Share

આવતીકાલના રોજ બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. ઈદને લઈને અંકલેશ્વર પંથકમાં જાહોજલાલી જોવા મળી રહી છે. જેને લઈને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈદ પર્વને કઈ રીતે ઉજવવો તે અંગે શાંતી સમિતિની મીટીંગ યોજાઇ જેમાં અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને બકરી ઈદને સાદગીપૂર્વક ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તે માટે એકત્ર ન થઈ અને ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરવા માટે મિટિંગ યોજાઇ હતી. જેમાં સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરને પગલે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેવી દુર્દશા ફરીથી ન સર્જાઈ તે માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં નગરપાલિકા હાલ વિરોધ પક્ષના નેતા જાહગીર પઠાન, નગરપાલિકા અપક્ષ નેતા બખ્તિયાર પટેલ, નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રફીક ઝઘડિયા વાલા ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

તમિલનાડુ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા અંગે નડિયાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

સરદાર સરોવર છલોછલ : નર્મદા ડેમની સપાટીમાં વધારો, મહત્તમ સપાટી નજીક પહોંચ્યું જળ સ્તર.

ProudOfGujarat

ગોધરા : કાકણપુરનાં સંઘ દ્વારા મામલદારને ₹ ૨૫,૦૦૧ નો ચેક અર્પણ કરી કોરોના માહોલમાં આર્થિક સહાય કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!