Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગૌ વંશનું કતલ કરીને પોતાના ઘરેથી વેચાણ કરતાં બે આરોપીઓની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી.

Share

ભારત જેવા દેશમાં ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે પરંતુ ક્યાકને ક્યાક હજી પણ ગાયોના કતલ કરીને તેમનું ગૌ માંસ વેચે છે તે ખરેખર શરમજનક બાબત છે. એવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે, છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લા અને તેની હદ્દ વિસ્તારમાં ભેંસો અને ગાયોને કતલખાને લઈ જતાં ટેમ્પોને પોલીસ તંત્ર દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. પરંતુ હવે અંકલેશ્વર ખાતે એક ઇસમે ઘરેથી જ ગૌ હત્યા કરી વેચાણ કરતાં અંકલેશ્વર રૂરલ પોલીસે ઘરપકડ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ આરોપી (1) સહેજાદ સમદ દીવાન રહે. પાનોલી ટાંકી ફળિયું તા.અંકલેશ્વર (2) ફારૂકશાહ અસલમશાહ દીવાન રહે. કરમાડ ગામ નવીનગરી બૂમા કોલોની નાઓ પોતાના ફાયદા માટે ગેરકાનૂની રીતે ગૌવંશોનું કતલ કરીને માંસનું પોતાના ઘરેથી વેચાણ કરી રહયા હતાં જેઓના ઘર પર અંકલેશ્વર રૂરલ પોલીસે રેઇડ કરતાં સ્થળ પરથી 500 ગ્રામ જેટલુ ગૌ માસ સહિત કતલના ઇરાદે વપરાયેલ સાધનો પૈકી 3 કુહાડી જેની કિમત 300 રૂપિયા સહિત નાની મોટી 13 જેટલી છરીઓ જેની કિમત 325/- સાથે મોટા છરા જેની કિમત 300/- મળી કુલ 925/- નો મુદ્દામલ કબ્જે કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

નડીયાદના ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇના સમર્થનમાં શહેર અને ગામડામાં બાઇક રેલીઓ યોજાઇ.

ProudOfGujarat

ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ખરેખર છે પેટ્રોલ-ડીઝલની તંગી? પેટ્રોલિયમ મંત્રાલયે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ત્રણ તલુકાઓમાં SRF ફાઉન્ડેશન દ્વારા ૩૦ દિવસીય સમર કેમ્પનુ આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!