Proud of Gujarat
FeaturedGujarat

નવસારીના ક્રીડાઈ એસોસિએશનના બિલ્ડરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી…

Share

જીગર નાયક,નવસારી

મહાનગરપાલિકા અને ટ્વીનસીટીના લોલીપોપ બાદ રાજ્ય સરકારે નવસારીમાં નુડાની જાહેરાત કરી હતી જેમાંથી કેટલાક ગામોના આંદોલનોને લઈને ૯૯ ગામો માંથી ૮ ગામો રહી ગયા બાદ પણ રાજ્ય સરકારે નુડા યથાવત રાખતા જિલ્લાના બિલ્ડરો દ્વારા વિરોધ નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૪ વર્ષથી અટકેલા કામોને લઈને બિલ્ડરોને પડતી અગવડતાઓ વધી જતા આજે આક્રોશ રેલી કાઢીને નાયબ કલેક્ટરના દ્વારે હૈયા વરાળ ઠાલવી હતી.

Advertisement

એસોસિએશનના ચેરમેન ભરતભાઇ સુખડીયા એ જણાવ્યું હતું કે નવસારી માં નુડા ને લઇ ને છેલ્લા કેટલા સમય થી એન.એ ની કામગીરી બંધ થઈ ગઈ છે જેને કારણે બિલ્ડરો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર ને વિનંતી છે કે આ અંગે તત્કાલિક નિણર્ય લઈ ને શરતી એન.એ ની પ્રક્રિયા શરૂ કરે નહીં તો આગામી દિવસો માં બિલ્ડરોએ આત્મહત્યા કરવાનો વારો આવશે.


Share

Related posts

વલણમાં મદ્રેસાનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો…

ProudOfGujarat

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!