Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ સીટી સર્વે કચેરી માંથી ઓનલાઈન પ્રોપર્ટીની નકલો માટે અરજદારોને ધરમ ધક્કા…

Share

પાલેજ.તા.૧૬/૭/૧૯
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

ભરૂચ તાલુકામાં જાણીતાં વેપારી ઔદ્યોગિક નગર પાલેજ ખાતે ગ્રામ પંચયાત કચેરીનાં કમ્પાઉન્ડમા કાર્યરત સીટી સર્વેની કચેરીએથી ઉપલબ્ધ ઓનલાઈન જીસીવાનની સુવિધા છતાં પાછળનાં કેટલાક મહિનાના સમયગાળાથી અહીં કાયમી સીટી સર્વે ટેક્નિશિયનના અભાવે જીસીવાનની સુવિધાનો લાભ લોકોને મળતો નથી.આ અંગે જિલ્લા સમાહર્તાને પણ રજુઆત કરવામાં આવી છે.આજે પણ લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો મેળવવા માટે ભરુચ જવું પડે છે.જેથી કરીને પાલેજ જીસીવાનની ઉપલબ્ધ સુવિધાનો લાભ નિયમિત મળે એ માટે સીટી સર્વેયરની નિયમિત અને કાયમી ટેક્નિશિયન મુકવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.પાલેજ માં હજારોની સખ્યાંમાં મિલકત ધારકો, પ્લોટ માલિકોને નકલોની પડતી મુશ્કેલી કાયમી ધોરણે દુર કરવામાં આવે એવી લોકો માંગણી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ : 30 થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કાર્યરત

ProudOfGujarat

ग्लोबल स्टार दीपिका पादुकोण का अब मैडम तुसाद म्यूज़ियम दिखेगा वैक्स स्टेचू |

ProudOfGujarat

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનો ભરૂચ કલેક્ટરને 15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ, KP ગ્રુપ સોલાર પ્રોજેક્ટ મામલે કાર્યવાહી તેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!