Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા સ્થિત જાગેશ્વર ગામેથી 5 નકલી ડોકટરો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ મરીન પોલીસ ગામની પાણીની ટાંકી સહિત અન્ય અલગ અલગ સ્થળોએ પાંચ જેટલા નકલી ડોકટરો કાર્યરત હતા. થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25 થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે પુન: ચેકિંગ હાથ ધરતાં જાગેશ્વર ગામમાં જ 5 બોગસ તબીબ ઝડપાયાં હતાં.

ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પશ્વિમ બંગાળના તેમજ બિહારના બોગસ તબીબો અડિંગો જમાવી મેડિકલ પ્રેક્ટિસનરના સર્ટીફિકેટ વિના જ સારવાર કરતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બાતમીને આધારે સ્થળો પર તપાસ કરતાં એક ઈસમ પટરાણી દુકાનમા ગળા પર સ્થેટેસ્કોપ લગાવીને બેઠો હતો. તેની સાથે પૂછપરછ કરતા તેની પાસે મેડિકલ ડિગ્રીનું સર્ટિફિકેટ ન હતું.

Advertisement

તેવી જ રીતે જાગેશ્વરમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. નકલી ડોકટરો બની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. પોલીસે અલગ અલગ દવાઓ, સ્થેટેસ્કોપ શીટ ગેરકાયદેસરના ઈન્જેકશનનો ઝડપી પડયો હતો.

જેમાં જાગેશ્વર ગામે જ અલગ અલગ સ્થળે 5 બોગસ તબીબો લોકોની સારવાર કરતાં ઝડપાઇ ગયાં હતાં. ઝડપાયેલાં બોગસ તબીબોની પુછપરછ કરતાં તેમના નામ મધુમંગલ જયદેવ બિશ્વાસ રહે. ગબરપૂતા, પશ્ચિમ બંગાળ, બિશ્વજીત ત્રિનાથ બિશ્વાસ રહે. હુદા, પ.બંગાળ, લીટન નિમાચંદ મંડળ રહે. ભીમાપૂર, પ. બંગાળ, રાજીવ શિવચરણપ્રસાદ સિંઘ રેહ. બારાહાટ, બિહાર તેમજ સંજુ ગમતી મિશ્રા રહે. બગહી, બિહાર હોવાનું જાણ થઈ હતી. ટીમે તમામ 5 બોગસ તબીબો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહીહાથ ધરી છે.


Share

Related posts

ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન: ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ૩૦ સેન્ટરો પર મેગા વેકશીન કેમ્પ યોજાયો, હજારો લોકોએ મુકાવ્યો વેકશીનનો બીજો ડોઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!