Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે ભરૂચના સાંસદે જનજાતિય આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

Share

થોડા સમય પહેલા ગુજરાતમાં ખોટા આદિજાતિ પ્રમાણપત્રોને લઇને વિવાદ ઉભો થયો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ તાજેતરમાં ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે કેન્દ્રીય જનજાતિય આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયુ છે કે ખોટા આદિજાતિ પ્રમાણપત્રોનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવાયો છે. ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ધારકોને લઇને મુળ આદિવાસીઓને સંવિધાને આપેલ અનામત (આરક્ષણ) ધીરેધીરે સમાપ્ત થઇ રહ્યુ છે. ખોટા પ્રમાણપત્રોને લઇને હજારો મુળ આદિવાસીઓ શિક્ષણ અને સરકારી નોકરીઓથી વંચિત થઇ રહ્યા છે. આ મુદ્દે ગુજરાતમાં મુળ આદિવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સંગઠનો સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી, અને તેના પરિણામરૂપે સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ખોટા પ્રમાણપત્રોને રદ કરવા નિયમ બનાવ્યો છે. ઉપરાંત આ બાબતે એક નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ સમિતિએ ૫ થી ૬ મહિના જેટલા સમય દરમિયાન આ બાબતનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ ભારત સરકારના રાષ્ટ્રીય જનજાતિય આયોગને મોકલ્યો હતો. આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલાયા બાદ ખોટા પ્રમાણપત્ર ધારકો એક થઇને સરકાર પર દબાણ લાવી રહ્યા છે તેને લઇને આ ખોટા આદિજાતિ પ્રમાણપત્રધારકો પોતાના મકસદમાં સફળ થઇ શકે એવી આશંકા છે. ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રીય જનજાતિય આયોગના અધ્યક્ષને ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે પત્ર લખીને મુળ આદિવાસીઓના સંવિધાનિક અધિકારોનું રક્ષણ થાય તેવી માંગ કરી છે.

ગુલા‍મહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં ડીંડોલીમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ આચર્યું

ProudOfGujarat

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!