Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ કાર્યક્રમના ઉપસ્થિત પદાધિકારીઓનું માંગરોળ મામલતદાર ડી.કે.વસાવા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીએ આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓની અને ભારતીય સેનાની ઝાંખી અપાવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું સીધું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ માધ્યમથી નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં માંગરોળ મામલતદાર ડી.કે.વસાવા, ટીડીઓ ચંદ્રકાન્ત પઢિયાર, જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી ,તા.પં. પ્રમુખ ચંદન ગામીત,હિતેન્દ્ર ભટ્ટ,ગિરીશ પરમાર,NRI ઇન્દ્રિશ પઠાણ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણેય મૃતકોની અંતિમવિધી કરાઈ : ધારાસભ્યોની ગેરહાજરી

ProudOfGujarat

નેત્રંગ એમ.એમ ભકતા હાઈસ્કૂલ પાસે આંકડાનો જુગાર રમતા બે ઇસમોની હજારોના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!