Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

Share

કોરોના વાઈરસને લઈને પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા સેનિટાઈઝ કેબિન બનાવવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા બનાવવામાં આવેલી સેનિટાઈઝ કેબિનને શહેરની ત્રણ હોસ્પિટલ બહાર મુકવામાં આવશે. જેથી હોસ્પિટલમાં પ્રવેશનાર તબીબથી લઈને દર્દી અને તેના સંબંધીઓ ગણતરીના સમયમાં જ સેનિટાઈઝ થઈને બહાર નીકળશે. ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, સેનિટાઈઝ કેબિનમાં પંખાનો તથા વિવિધ સેનિટાઈઝ કરતાં કેમિકલ એ રીતે પ્રસરાવવામાં આવી રહ્યાં છે કે જેથી કરીને વ્યક્તિ આ કેબિનમાંથી પસાર થાય એટલે તરત જ સેનિટાઈઝ થઈ જશે. હોસ્પિટલમાં અસંખ્ય લોકો રોજે રોજ આવતાં હોય છે. જેમાં માત્ર હાથ સાફ કરાવવા કરતાં આખા શરીરને સેનિટાઈઝ કરવામાં આવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન અકસ્માતમાં વિદ્યાર્થીનુ ધટના સ્થળે મોત નીપજયું.

ProudOfGujarat

આદર્શ આચાર સંહિતામાં ચૂંટણી પ્રચારમાં ગેરરીતી સહિતની બાબતોને સખત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

તળાજા: કિન્નરના વેશમાં આવી બાળકીને ઉઠાવી જતા બે શખ્સોનો ગામલોકોએ ભાન્ડો ફોડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!