Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

ઇન્ડિયન આઇડોલ ગ્રાન્ડ ફિનાલે 12 મી સીઝનની ટ્રોફી જીત્યો પવનદીપ રાજન.

Share

કોરોનાકાળ વખતે જ શોનું આયોજન થયું હતું. ત્યારે વચ્ચે એવો સમય પણ આવ્યો, જેમાં શોનું શૂટિંગ, શિડ્યૂલ અને લોકેશન બધું ચેન્જ કરવું પડ્યું હતું. આ ઉપરાંત શોના જજ, કન્ટેસ્ટન્ટસ અને ગેસ્ટને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકો ઘણા સમયથી આ સીઝનનો વિનર કોણ બનશે એ માટે ઉત્સુક હતા. આ વખત પવનદીપ રાજને ટ્રોફી જીતી લીધી છે અને સાથે જ ઇનામમાં 25 લાખ રૂપિયા અને લક્ઝુરિયસ કાર પણ જીતી છે.

આ વર્ષે ફાઇનલ સુધી પહોંચવામાં કન્ટેસ્ટન્ટ્સને ઘણી મહેનત કરવી પડી હતી. આ બધા પડાવોને પાર કરી અને પોતાના પર્ફોર્મન્સમાં એકાગ્રતા રાખી 6 સિંગરે ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી જેમાં પવનદીપ રાજન, મોહમ્મદ દાનિશ, શનમુખપ્રિયા, અરુણિતા કાંજિવાલ, નિહાલ અને સાયલી કાંબલે ફાઇનલના દાવેદાર બન્યા હતા.

Advertisement

રિયાલિટી શોમાં ઘણા લોકો પાર્ટિસિપેટ કરે છે પણ બધાને જીતવાનો મોકો નથી મળતો. જીત તો માત્ર એકની જ થાય છે, પરંતુ તેમાંના જ કેટલાક કલાકાર ભલે શો નથી જીતતા, પણ લોકોનાં દિલ જીતી જાય છે. ઇન્ડિયન આઇડોલ 12 માં પણ કેટલાક આવા સિંગર્સ રહ્યા છે, જેમણે દર્શકોની સાથે સાથે સેલેબ્સના પણ દિલ જીતી લીધા હતા, જેમાં તેમને કરિયર બનાવવામાં ગોલ્ડન ચાન્સ મળ્યો. અરુણિતા કાંજીવાલને એક બાજુ કરણ જોહરે ગાવાની ઓફર કરી તો ત્યાં કેટલાક કલાકારોને હિમેશ રેશમિયાએ આલ્બમ માટે ગીત ગવડાવ્યાં.


Share

Related posts

ભરૂચ : ભાજપની કિસાન સર્વોદય યોજના પર આકરા પ્રહારો કરી પડકાર ફેંકતા કોંગ્રેસનાં સંદીપ માંગરોલા.

ProudOfGujarat

લાંબા વિરામ બાદ સવારે ભરૂચ માં ફરી વરસાદી માહોલ જામતા વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.સાથે માર્ગો ઉપર ઝરમર વરસાદી માહોલ નો આનંદ લોકો માળતા નજરે પડ્યા હતા…..

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!