Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ નજીક એક હાઇવા ટ્રકે ઇકો ગાડીને અડફેટમાં લેતા પાંચ ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રઝલવાડા ગામે રહેતા વિમલેશકુમાર કરમસિંગભાઇ વસાવા ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. વિમલેશ પોતાની ઇકો ગાડીમાં કંપનીમાં કામ કરતા કામદારોને રાજપારડીથી કંપનીમાં લઇ જાય છે. ગતરોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તે કંપનીમાંથી પરત ઘેર આવવા નીકળ્યો હતો. દરમિયાન સાડા આઠ વાગ્યાના સમય દરમિયાન રાજપારડી ગામ નજીક માધવપુરા ફાટક પાસેથી ઇકો ગાડી લઇને પસાર થતો હતો ત્યારે પાછળથી આવતી એક હાઇવા ટ્રક ઇકો ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં બેસેલ પાંચ ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અમિતભાઇ રાજેન્દ્રભાઇ વસાવા રહે.કાંટીદરા તા.ઝઘડીયા, વનરાજસિંહ જસવંતસિંહ પ્રાંકડા રહે.પ્રાંકડ તા.ઝઘડીયા,સલાઉદ્દિનભાઇ કાસમભાઇ મલેક રહે.ભાલોદ તરસાલી તા.ઝઘડીયા અને મહેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ વસાવા રહે.માલીપીપર તા.ઝઘડીયા તેમજ ઇકો ગાડીના ચાલક વિમલેશકુમાર રહે.રઝલવાડા તા.ઝઘડીયા જિ.ભરૂચનાને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની આ ઘટનાને લઇને વિમલેશકુમાર વસાવા રહે.રઝલવાડા તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનો લાકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના ઘી કોડિયા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ભુવો પડતા ઇકો કાર ભુવામાં ફસાઈ….

ProudOfGujarat

ભરૂચમાં રોટરી ક્લબની પાછળ આવેલ શાળાનાં બાળકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબુર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!