Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં તા. 28 એ કવિ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ યોજાશે.

Share

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તા.૨૮ ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ રાજ્ય સમસ્તની જેમ, ભરૂચ જિલ્લામા પણ ‘કસુંબીનો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભરૂચમાં તા.૨૮ ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહેશે તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહેશે.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન કવિ મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મહાનુભાવોના હસ્તે મેઘાણીજીના પુસ્તકોના સેટનું વિતરણ પણ કરાશે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે એમ આચાર્ય સરકારી ઈજનેરી કોલેજ દ્વારા જણાવાયું છે.


Share

Related posts

ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહીલા સહિત અન્ય એક ભરૂચ પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ રાજનગરી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે એક તસ્કર સામેના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!