Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ

Share

ગુજરાત રાજ્યને આગામી દિવસમાં નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે અને નવા મુખ્ય સચિવ તરીકે 1986ની બેચનાં IAS ઓફિસર પંકજ કુમારનાં નામ પર મહોર મારવામાં આવી છે. નોંધનીય છે કે 31મી ઓગસ્ટે રાજ્યનાં વર્તમાન મુખ્ય સચિવ મુકીમ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ કુમાર આગળનો કાર્યભાર સંભાળશે. ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. આગામી 31મી ઑગસ્ટના રોજ મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે તેમનું પદ તેઓ લેશે . રાજય માં હાલના ગૃહ વિભાગના અધિકમુખ્ય સચિવ પંકજ કુમારની મુખ્ય સચિવ તરીક નિમણૂક કરવામાં આવી છે.રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમને ઓર્ડર અપાયો છે .

પંકજકુમાર 1986ની બેચનાં IAS ઓફિસર છે . રાજ્યમાં ખાલી પડેલા પદ માટે ઘણા વ્યક્તિઓના નામ લાઈન માં હતા જેમાં . આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં આડેધડ એસી વાપરતા ગ્રાહકો પર વીજ કંપનીનાં અધિકારીઓ મહેરબાન..?!

ProudOfGujarat

અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું, 200 કિલો ચાંદીનું વેચાણ

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને મળી આશ્વાસન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!