Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ ના સુત્રને ઉજાગર કરતી ભાઇઓ માટેની ૨ કિ.મી. દોડ યોજાઇ.

Share

રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ ( હમ ફીટ તો ઇન્ડીયા ફીટ) ના સુત્ર સાથે જાગૃતિ લાવવા માટે ૨ કિ.મી. દોડનું સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા(કનેલાવ) જી. પંચમહાલ સીનીયર કોચની કચેરી દ્વારા પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરામાં ૨૭મી ઓગસ્ટના રોજ ભાઈઓ માટેની ૨ કિ.મી દોડને સવારે ૦૭-૦૦ કલાકે સ્પોર્ટસ કોમપ્લેક્ષ ખાતેથી ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે અને તાલુકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખ,લાયન્સ કલબના સભ્યો,અગ્રીણી સમરસિંહ પટેલ તેમજ સ્પોર્ટસ કોમપ્લેક્ષના સીનીયર કોચ, ટ્રેનર સહિત સ્ટાફ, સભ્યોની ઉપસ્થિતિમાં ૨ કિમી દોડમાં જોડાયેલ ૧૨૯ જેટલા ખેલાડી ભાઇઓને લીલી ઝંડી આપી દોડનું પ્રસ્તાન કરાવ્યું હતું.

આ દોડ સ્પોર્ટસ કોમપ્લેક્ષથી ગોધરા શહેર વિસ્તારમાં ૧ કલાક જેટલી ફરી સ્પોર્ટસ કોમપ્લેક્ષ(કનેલાવ) ખાતે પૂર્ણ થઇ હતી. આ દોડ દ્રારા હમ ફીટ તો ઇન્ડીયા ફીટ નો સંદેશ નગરજનો સુધી પહોંચાડનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દોડ દરમ્યાન જિલ્લા પોલીસ વિભાગ દ્રારા પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વાન અને પાયલોટીંગ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દોડમાં ભાગ લેનાર ખેલાડીઓ,કોચ,ટ્રેનરોને દોડ બાદ લીંબુ પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દોડમાં કોવીડ -૧૯ ની સરકારશ્રીની વખતો – વખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યાથી ખળભળાટ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામે ઈલેક્ટ્રીક શોટ લગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ProudOfGujarat

પંચમહાલમાં આગામી લોકસભાની ચુંટણીને લઈ કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!