Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વર પંથકમાં બે અકસ્માતમાં બંને શખ્સના કમકમાટીભર્યા મોત નિપજ્યાં.

Share

આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામ પાસે કોઈક અજાણ્યા વાહનચાલકે એક યુવાનની એક્ટિવાને અડફેટમાં લેતા યુવકનું માથું ફાટી જતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું અને રસ્તા પર લોહી લોહી થઈ ગયું હતું. તે સાથે વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડા ગામના પાટિયા આગળની વળાંક પાસે ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ઇસમનું પણ ઘટના સ્થળે મોત નીપજયું હતું.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર વાહનચાલકો બેફામ બન્યા છે ત્યારે આજરોજ ભરૂચ જીલ્લામાં નંદેલાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક એક્ટિવા ચાલક મહેન્દ્ર પરમાર રહે, વડદલા પોતાના અંગત કામ માટે જઇ રહ્યો હતો કોઈ ભારે વાહને તેને અડફેટમાં લેધો હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે તેને માથાના ભાગમાં ગભીર ઇજાઓ પહોચવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. સામે વાળું વાહન ચાલક કોણ છે ક્યાં કારણોથી અકસ્માત સર્જાયો અને કોની ભૂલ છે જે તપાસનો વિષય બન્યો છે. વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડા ગામના પાટિયા આગળની વળાંક પાસે ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવારનું કચડાઈ જતા કરુણ મોત નીપજયું હતું અને વ્યક્તિ કોણ છે ક્યનો છે તે તપાસનો વિષય બન્યો છે.

દિવસેને દિવસે વધતાં જતાં અકસ્માતને કારણે લોકો બેફામ રીતે ગાડી ચલાવતા હોય છે જે ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનને હાજર થતા ડિવાયએસપી સરવૈયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું

ProudOfGujarat

ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે.મનસુખ વસાવા

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ પદે સુરભી બેન તંબાકુવાલ બિરાજમાન થયા હતા નગર પાલિકા ખાતે સત્તાવાર જાહેરાત કરાતા અંદરો અંદર સભ્યો માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!