Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

Share

આજરોજ મિયાગામ જિલ્લા પંચાયતના હાડોદ તથા સાંપા, તાલુકા પંચાયતમાં આવતા ગામો કણભા, ચોરભુજ, સાંપા, કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકને તેમનાં પરીવાર સાથે મુલાકાત કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પરિવારને સરકાર તરફથી ચાર લાખની સહાય મળે તે માટે ફ્રોમ ભરવામાં આવ્યું. પરિવારને સાંત્વના આપવામાં આવી મૃતકના પરિવાર સાથે સંવાદ કરી તેઓની પાસેથી આપતી સાંભળી. કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો હાજર રહ્યાં હતાં.

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પિન્ટુ પટેલ (વેમારડી) લઘુમતી મોરચાના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહબૂબભાઈ તથા કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી નિકુલ વસાવા કંડારી તથા લલીતભાઈ પટેલ કોંગ્રેસના વડીલ આગેવાન તથા ઈકબાલભાઈ સાંપા સરપંચ, સહિદભાઈ, ઈરફાન ઉર્ફ ( રાજા કણભા સરપંચ ) ગામનાં આગેવાનો હાજર રહ્યા હતા.’

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલના રામેશ્વર મહાદેવ મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં કોંઢ ગામે એક ઘરમાં ઝેરી કોબ્રા સાપ દેખાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!