Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦ ” ના ભાગરૂપે ભાઇઓની ૨ કિ.મિ. ની દોડ યોજાઇ.

Share

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આજે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલામાં સી.પી.ડીગ્રી કોલેજ સંકુલ ખાતે સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલા નર્મદા દ્વારા “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦” ભાઇઓની ૨ કિ.મિ. ફ્રીડમ રન દોડ યોજાઇ હતી. આ દોડને સી.પી.ડીગ્રી કોલેજના પ્રાચાર્ય કે.જે.ગોહિલે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રાજપીપલાના સિનિયર કોચ વિષ્ણુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આ ૨ કિ.મિ. ફ્રીડમ રન દોડમાં નર્મદા જિલ્લામાંથી સી.પી. ડીગ્રી કોલેજ અને ડી.એલ.એસ.એસ ના કોચ, ટ્રેનર અને ખેલાડીઓએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વધુમાં, વિષ્ણુભાઇ વસાવાએ વાવડી ગામના જાગૃત નાગરિક ૭૯ વર્ષના નિવૃત પ્રિન્સિપાલ ડી.સી.પટેલે આ દોડમાં ભાગ લઇ આ ફ્રીડમ રનની શોભા વધારી હતી, તેમની સાથે સી.આર.સી કોર્ડીનેટર કલમભાઇ વસાવા પણ જોડાયાં હતા. આજે યોજાયેલી ૨ કિ.મિ. ફ્રીડમ રનમાં તમામ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઇ દોડ પુરી કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપલા જીતનગર ચોકડી પાસે આદિવાસી એક્તા પરિષદ દ્વારા 25 મું ત્રિ દિવસીય સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાશે

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦ એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.

ProudOfGujarat

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખુલશે ડેમના દરવાજા, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!