Proud of Gujarat
FeaturedGujaratINDIA

લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેરના ગુનામા નાસતો ફરતો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો.

Share

અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમા બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે પોલીસના માણસો પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન મળેલ બાતમીને આધારે “ ગઈ તારીખ ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના બીજા માળે આવેલ ઓફીસ રૂમ નંબર ૧૦૦ મા કલાક ૧૨/૦૦ વાગ્યાના અરસામા આરોપી આમીર યુનુસ સોપારીવાલા તથા ઝહીર હશન ટેલર ઉફે ઝહીર મગરનાએ પોતાની પાસે છુપાવી રાખેલ ચપ્પુ કાઢીને ફરીના ટેબલ ઉપર મકુી અપમાન જનક શબ્દો બોલી ચપ્પુથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયેલ જેઓ પૈકી આરોપી ઝહીર હશન ટેલર ઉફેઝહીર મગરનાનો માથા ઉપર સફેદ ટોપી તથા આસમાની કલરની કફની પાયજામો પહેરી ખરોડ ચોકડી ઉપર આવેલ લેન્ડમાર્ક હોટલ ઉપર બેસેલ હતો.”

” જે હકીકતને આધારે ખરોડ લેન્ડમાર્ક હોટલ ઉપર જઈ તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ તયાં હાજર હોય તેને કોર્ડન કરી પકડી લઈ તેનુ નામ સરનામુ પૂછતા તે પોતાનુ નામ ઝહીર હશન ટેલર ઉફે ઝહીર મગર, ઉ.વ.૪૯, રહે – રામપૂરા પેટ્રોલપંપ, મહેક એપાર્ટમેન્ટ, મ.નં.૩૦૨, લાલમિયા મસ્જિદ રોડ, સુરતનો હોવાનુ જણાવી સદર આરોપી લાલગેટ પો.સ્ટે વિસ્તારમાંથી ભાગી છૂટ્યો હોવાનું જણાઈ આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

ProudOfGujarat

ભરૂચના વાલ્મિકી વાસના લોકોની અશાંત ધારા લગાડવાની માંગ: આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત

ProudOfGujarat

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!