Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા.

Share

ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેમાં વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ -૦૯ તથા ડીટોનેટર નંગ-૧૪ તથા ભૂરા રંગના બે સેફ્ટી ફ્યુઝ (જામગરી) ના ટુકડાઓ સહીત ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ એસઓજી નર્મદા પોલીસે કબજે લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિમકર સિંહ જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોની માહીતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન મળતાં પોલીસ ઈન્સ્પેકટર કે.ડી. જાટ એસ.ઓ.જી. નર્મદા તથા એસ. ઓ. જી. શાખાનાં સ્ટાફ દ્વારા બાતમી આધારે ૧) રાકેશભાઇ કરણસિંગ ગોવાળ, (ર) દિલીપભાઇ નગીનભાઇ વસાવા (બન્ને રહે. મંદિર ફળીયુ,મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદા,)તથા (૩) દિનેશભાઇ સીંગાભાઇ વસાવા (રહે. નવી નગરી, મોટા સુકાઆંબાતા.ડેડીયાપાડા જી.નર્મદાનાને ગાજરગોટા ગામેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ (૧) જીલેટીન સ્ટીક નંગ -૦૯ કિ.રૂ.૫૪૦/- તથા (૨) ડીટોનેટર નંગ-૧૪ કીમત રૂ.૧૪૦/- તથા ભૂરા રંગના બે સેફ્ટી ફ્યુઝ (જામગરી) ના ટુકડાઓ કિ.રૂ.૧૦/- (૩) હીરો કંપનીની પ્લેન્ડર પ્રો મો.સા. કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૦,૬૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા આ મુદ્દામાલ આપનાર મુકેશભાઇ રામસીંગ વસાવા (રહે.પીચરવન તા.ઉમરપાડા જી.સુરત હાલ રહે. મોજ કાગવડ તા.જેતપુર જી.રાજકોટ) નને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એમ્પ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે શ્રી હનુમાન દાદા ને ૫૦૧ કિલો નો મિલ્ક કેક નો ભોગ

ProudOfGujarat

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે મનરેગા યોજનામા કૌભાંડના આક્ષેપ સાથે ગ્રામજનોનુ તંત્રને આવેદન

ProudOfGujarat

ઝરૂખામાં ફક્ત આવીને જાય છે તો પણ તારી ઝલક નિહાળી મન પ્રેમથી ખુબ હરખાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!