Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે દિવ્ય શણગારના દર્શનાર્થે લોકો ઉમટી પડયા.

Share

અતિ પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ ખાતે શિવલિંગનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના પ્રાચીન મંદિરો પૈકીના એક એવા રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર તેમજ શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા નિમિત્તે ભગવાન શિવના દિવ્ય શણગારનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવની આરાધના તેમજ ભક્તિ કરી હતી. ભક્તોએ શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ આરાધના પૂજા અર્ચના તેમજ ભક્તિ કરીને મહાદેવના અદભૂત શણગારને જોઈને બિલીપત્રો ચઢાવી તેમજ દૂધથી શિવલિંગને સ્નાન કરાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભાડભૂત બેરેજ યોજનામાં નવેસરથી ખેડૂતોને જમીનનું સંપાદન કરવા ખેડૂત સવિનય સમિતિના આગેવાનોની રજૂઆત*

ProudOfGujarat

નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!