Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા ખાતે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ પંથકમાં ગેરકાનૂની કાર્યો ઘણા વધી રહ્યા છે. ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં જુગાર, દારૂ, ચોરીના કિસ્સાઓ અવારનવાર ઘણા સામે આવી રહ્યા છે જેને લઈને રહીશોમાં ભય સર્જાઈ રહ્યો છે. દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પોલીસ હરકતમાં આવી છે. ગતરોજ અંકલેશ્વરના વાલિયા ખાતેથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ગતરોજ વાલિયા ખાતે ગુદીયા ગમે રહતો અરુણભાઈ ઉર્ફે મુન્નો રમેશભાઈ વસાવાનાઓ બહારથી માણસોને બોલાવી અને લખીબેન ઉર્ફે બઠીબેન મંગળભાઈ વસાવા રહે. ગૂંદીયા ફળિયું, વાલિયા, ભરૂચના રહેણાક ઘરમાં ગેરકાયદેસરનો પૈસા પાનાં વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા ત્યારે વાલિયા પોલીસ વડે રેડ કરતા સ્થળ પરથી પાંચ ઇસમો સહિત અંગઝડતીના રોકડ રૂપિયા 9260/- સહિત દાવ ઉપર 36,340/- મળીને કુલ 45,600/- રૂપિયા મળી આવ્યા હતા તે સાથે મોબાઈલ નંગ 4 જેની કિમત 15,500/- મળીને કુલ મુદ્દામાલ 61,100/- નો મળી આવ્યો હતો અને તેઓ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ :-

(1) અરુણભાઈ ઉર્ફે મુન્નો રમેશભાઈ વસાવા રહે. ગૂંદીયા બંગલા ફળિયું, વાલિયા, ભરૂચ
(2) મયૂરકુમાર પ્રભાતભાઇ વસાવા રહે. ગૂંદીયા હાઈસ્કુલ ફળિયું, વાલિયા, ભરૂચ
(3) રાજકુમાર ઉર્ફે રાજેશભાઈ ફતેસિંહ વસાવા રહે. ગૂંદીયા બંગલા ફળિયું, વાલિયા, ભરૂચ
(4) સહદેવભાઇ બુધિયાભાઇ વસાવા રહે. ગૂંદીયા ઓફિસ ફળિયું, વાલિયા, ભરૂચ
(5) લખીબેન ઉર્ફે બઠીબેન મંગળભાઈ વસાવા રહે. ગૂંદીયા ફળિયું, વાલિયા, ભરૂચનાઓની ધરપકડ કરવામાં આવી હતી.


Share

Related posts

માંગરોળના મોસાલી ચાર રસ્તા પર નિર્માણ થનાર જનનાયક બિરસા મુંડાજી અને ટટયા ભીલજી પ્રતિમા નુ નિર્માણ થશે.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો અને અસ્થિર મગજ ના લોકો ને વાળ.દાઢી કરી તેઓને નવડાવી ગંદા કપડા બદલી સમાજ માં માનવતા ની મહેક પ્રસરાવી હતી…….જાણો વધુ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!