Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : 35 થી વધુ ગંભીર.

Share

સુરેન્દ્રનગરના ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે વહેલીસવારે બનેલી આ ઘટનામાં બસમાં સવાર 35 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આજે મંગળવારે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી. ધંધૂકા-બગોદરા રોડ પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાંથી 3 નાના બાળકો સહિત 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં 11 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી એ દરમિયાન એને અકસ્માત નડ્યો હતો. 4 ની હાલત નાજુક જણાતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ધંધૂકાના ખડોળ પાટિયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. એમાં 3 નાનાં બાળક સહિત 11 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતાં ધંધૂકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુરની મળી 6 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, અમરેલી ડેપોની એસ.ટી. બસ નં. જી.જે. 18 ઝેડ 2161 લઈને ધંધુકા બગોદરા હાઈવે માર્ગ પરથી જઈ રહ્યા હતા તે વેળાએ સવારે 4 કલાકના અરસા દરમિયાન ઉક્ત તુફાન જીપના ચાલકે પોતાની જીપ પુરપાટ ઝડપે અને બેફીકરાઈ પૂર્વક ચલાવી રોંગ સાઈડમાં આવી તેઓની એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાવી બસને નુકસાન પહોંચાડયું હતું જ્યારે અકસ્માતમાં તુફાન જીપના મુસાફરી કરતા આઠ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તમામને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, બસમાં સવાર 56 માંથી 35 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ત્રણ નાના બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર છે. જો કે, 108 એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઘાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને 4 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી સૌરાષ્ટ્રના ટુર તરફ જતા સમયે અકસ્માત નડ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ધંધૂકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 4 ની હાલત નાજુક જણાતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં ઉમરદા ગામની પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ ઘરે ઘરે જઇ સરકારી યોજનાની રોકડ સહાય ચુકવી રહ્યા છે.

ProudOfGujarat

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!