Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ : ઇન્ડસુર ગ્લોબલ કંપની બે વર્ષથી બંધ થતાં ૧૬૦ જેટલા કામદારોને હક્ક અને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી મેદાને.

Share

પંચમહાલ જિલ્લામાં ઔધોગિક એકમોની સંખ્યા ખુબ મોટી છે. જો કંપની રૂલ્સ મુજબ સ્થાનિક વિસ્તારના યુવાનોને રોજગારી આપવામાં આવે તો જિલ્લામાં બેરોજગારીનો પ્રશ્ન દુર થાય પરંતુ ભાજપ સરકારની અયોગ્ય નિતીઓને કારણે, કામદારો પ્રત્યે અવગણનાના કારણે તથા કંપનીના માલિકો સાથે વધારે પડતાં સબંધોને કારણે કંપનીના કામદોરોને દિન પ્રતિદિન અન્યાય થઈ રહ્યો છે.

જાણે કંપનીના માલિકો અને સરકારના આયોજન અને સલાહ મુજબ નીતિઓ બનાવી કંપનીઓ બંધ કરાવી કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. હાલોલ નજીક આવેલી ઇન્ડુસ ગ્લોબલ કંપની ઑક્ટોબર ૨૦૧૯ થી કામદારોને કોઇપણ પ્રકારની સૂચના આપ્યા વગર બંધ કરવામાં આવી છે અને ૧૬૦ જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા છે.‌ કેટલાક મહિનાઓના પગાર નથી ચૂકવાયો, પીએફ પણ કંપની દ્વારા જમા કરવામાં આવ્યું નથી, વર્ષોથી બોનસ પણ ચૂકવવામાં આવ્યું નથી, કોરોના સમયમાં કોઈ એડવાન્સ પગાર કે સહાય આપવામાં આવી નથી.

આવી તમામ બાબતો સહિતની માંગ, બેરોજગાર બનેલા કામદારોએ રોજગારીની માંગ તથા ન્યાય અધિકાર માટે વિવિધ જવાબદાર કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા કામદારોએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનો સંપર્ક કરતા સ્થળ ઉપર જઈને તમામ વિગત જાણી હતી અને ન્યાયિક હક્ક અને અધિકારની લડતમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમય આવે જિલ્લા અને ગાંધીનગર સુધી આ રજૂઆત કરી ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી કામ કરશે એમ જણાવ્યું હતું. ભાજપ સરકારની નીતિઓથી ગુજરાતમાં આર્થિક પરિસ્થિતિ ખાડે ગઈ છે તેમ જણાવી આ સરકારમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વેપારીઓ, નોકરીયાતો જેવા તમામ વર્ગો દુઃખી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જ આજે અન્યાય થઈ રહ્યો છે. અમીર લોકો કરોડોની લોન લઈ કંપનીઓ બનાવી, કરોડો કમાઈ, લોન ન ભરી, કંપની બંધ કરી, કામદારોને છુટા કરી, નિશ્ચિત બની જીવન જીવે છે. સરકાર આવા અમીરોની લોન માફ કરે છે અને જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દુઃખી કરે છે એવું દેખાય છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.

Advertisement

આપણે ક્યાં સુધી લડત લડતાં રહીશું એના કરતાં સરકાર બદલો, સરકાર બદલવાની લડત લડીએ એમ કહેતા ઉપસ્થિત સૌ કામદારોએ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. કામદારો વતી કિશોરસિંહ પટેલ, રતનસિંહ ભાલીયા, કનુભાઈ પટેલ, રમેશસિહ સોલંકી, ગોવિંદભાઈ વરીયા, વેચાતભાઇ બારીઆ, પ્રકાશભાઈ શાહ, મહેન્દ્રભાઈ પંડ્યા, દોલતસિંહ ભાલીયા સહિતના કામદાર આગેવાનોએ રજૂઆત કરી. કામદારો સાથેની મુલાકાત જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી તથા જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણે લીધી હતી.


Share

Related posts

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

ProudOfGujarat

રાજપીપળા : પડતર માંગણીઓને લઈ કોરોના વોરિયર્સની હડતાળ : માંગ નહીં સંતોષાય તો વેક્સીનેશનનો વિરોધ કરશે કોરોના વોરિયર્સ.

ProudOfGujarat

ભરૂચનો કુખ્યાત બુટલેગર નવાબ ઇમરાન દિવાન ઝડપાયો બે ખેપિયાઓ પણ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!