Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી ગણેશોત્સવ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

નબીપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં આવનાર ગણેશોત્સવના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. ગઇકાલ તા. 8 ઓગષ્ટ 2021 ના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે સદર પોલીસ સ્ટેશન ખાતે પો.સ્ટે. ની હદમાં આવતા 33 ગામોના ગણેશ મંડળના આયોજકો, સરપંચો અને આગેવાનોની હાજરીમાં નબીપુરના પી.એસ.આઈ. એ.કે.જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી.

જેમાં પી.એસ.આઈ. એ.કે.જાડેજા એ સરકારની કોરોના ગાઈડલાઇન અનુસાર ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાની અપીલ કરી હતી. કોરોનાની ગાઈડલાઇન મુજબ ગણેશજીની મૂર્તિ બહાર માટે મહત્તમ 4 ફુટ ઊંચી અને ઘરની અંદર માટે મહત્તમ 2 ફૂટની ઉંચાઈ રાખવાનું સૂચવ્યું હતું. ગણેશોત્સવ દરમ્યાન રોજ સાંજે આરતી દરમ્યાન અને વિસર્જન માટે નિયત કરેલ સમયે નિર્ધારિત માણસો વિસર્જન સ્થળે જઇ વિસર્જનની પ્રક્રિયા કરી શકશે. આ સમગ્ર કાર્ય દરમ્યાન અવશ્ય માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, વિસર્જન પ્રક્રિયા સમયસર આટોપી લેવી જેવા સૂચક નિવેદનો પી.એસ.આઈ. એ.કે.જાડેજા એ આપ્યા હતા. આ બેઠક દરમ્યાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું હતું અને નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરી સૂચક હતી. હાજર આગેવાનો અને સંચાલકોએ પોલીસ તંત્રને પૂરો સહકાર આપવાની અને સલાહ સુચનોના અમલીકરણ માટે ખાતરી આપી હતી. નબીપુર પો. સ્ટે. ના પી. એસ. આઈ. એ. કે જાડેજાએ સહુને ગણેશ મહોત્સવની શુભેચ્છાઓ આપી હતી અને કામના કરી કતી કે વિઘ્નહર્તા દુનિયાભરમાંથી કોરોનાનું વિઘ્ન જલ્દીથી દુર કરે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

સુરત : ખોટા આદિવાસી દ્વારા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!