Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે.

Share

તાજેતરમાં થઇ રહેલા સારા વરસાદને લઇને રાજ્યમાં ઘણી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.ગુજરાતન‍ી પુર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓરસંગ નદીમાં પણ પાણી આવતા નદી બે કાંઠે વહેતી જોવ‍ા મળી હતી. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઓરસંગમાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી હતી. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની મહત્વની નદી ગણાય છે. ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે. ત્યારબાદ ગુજરાતની હદમાં વહેતી નદી પુર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામોને પીવાના પાણી તેમજ ખેતી માટે સિંચાઇની સવલત પુરી પાડે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સાલે ઓરસંગમાં આ અગાઉ પણ ત્રણેક વખત પાણી આવ્યુ હતુ.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!