Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

Share

પંચમહાલ તથા દાહોદ જિલ્લાના કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓમાંથી જે શ્રમયોગીએ ઉત્પાદન, ઔધોગિક શાંતી જાળવવામાં, આફતના સમયે પોતાની આત્મસૂઝ અને ત્વરિત પગલાંથી કારખાનામાં અને આજુબાજુના અસરગ્રસ્ત ક્ષેત્રમાં જાનમાલના બચાવ સહિત શ્રમયોગી કલ્યાણ માટે કરેલ વિશિષ્ટ કામગીરીને પ્રસંશા આપવા રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમભુષણ, રાજ્ય શ્રમવીર, રાજ્ય શ્રમશ્રી/ શ્રમદેવી એમ દરેક શ્રેણીમાં ચાર એમ કુલ- ૧૬ રાજ્ય શ્રમ પારિતોષિક આપવાની તથા સ્મ્રુતિચિન્હ આપવાની યોજના રીજીયન દીઠ અમલમાં મુકેલ છે. આ પારિતોષિક સને- ૨૦૨૦-૨૦૨૧ના નાણાંકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવશે. વિશિષ્ટ કામગીરીમાં શ્રમયોગીની કારખાના બહારની સામાજિક કે બીજી પ્રવૃતિ દર્શાવવાની નથી. એક કરતાં વધારે શ્રમયોગીઓએ સંયુક્ત રીતે કોઈ કામગીરી કરી હોય તો તેઓ પણ સંયુક્તપણે અરજી કરી શકે છે.

ઔધોગિક વિવાદ અધિનિયમ-૧૯૪૭ની જોગવાઈ મુજબ કામદારની વ્યાખ્યામાં ગણાતી વ્યક્તિ જ પારિતોષિક મેળવવા માટેની અરજી કરવા લાયક ગણાશે અને એ વ્યક્તિ કારખાના ધારા- ૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાનામાં કામ કરતી હોવી જોઈએ. જે શ્રમયોગી આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે નિયત કરેલ અરજી ફોર્મ “ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, બહુમાળી મકાન, પહેલો માળ, કલેક્ટર કચેરીના કંમ્પાઉન્ડમાં ગોઘરા, જી. પંચમહાલ “ ની કચેરીમાંથી વિનામુલ્યે મેળવી લેવાના રહેશે. અરજદાર શ્રમયોગીએ / મેનેજમેન્ટે સંપુર્ણ વિગતો સાથેની અરજી આજ કચેરીએ તા. ૩૦/૯/૨૦૨૧ સુધીમાં પહોંચતી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ કરવામાં આવતી અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી તેમ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગોઘરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની ખાસ મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વિધર્મીઓ દ્વારા હત્યાઓના ધૃણાસ્પદ કૃત્યોના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!