આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં જો આ રસ્તાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.નવનિયુક્ત ચુડા તાલુકો પહેલેથી જ પછાત તાલુકો રહ્યો છે ઉદ્યોગોથી વંચિત અને આજ દિન સુધી વિકાસના કામો જોઈએ તેવા પ્રમાણમાં ચૂડા ખાતે થયાં નથી.
જેનું ઉત્તમ ઉદાહરણ ચુડા સરકારી હોસ્પિટલથી જોરાવરપરાવાળો રોડ, ચોકડીનાઝાંપા સુધી બિસ્માર હાલતમાં જોવા મળ્યો.અનેક વખત રજૂઆતો કરવા છતાં લોકોની રજુઆતોને નજરઅંદાજ કરી વિકાસથી વંચિત રાખવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં.
લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વિકાસ આવશે અને રોડ બનશે હાલ તો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કાંઈ થતું નથી હવે ક્યારે થશે તે માટે લોકોમાં વિશ્વાસ રહ્યો નથી.તેમની રજૂઆતો કોણ સાંભળશે અને ક્યારે અમલમાં મુકશે તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે હાલ તો ચુડા વાસીઓ તેમજ આજુબાજુના 36 ગામોના લોકો ખરાબ રસ્તાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન દ્વારા ચુડા શહેર તેમજ તાલુકાના મુખ્ય રસ્તાઓ ક્યારે સારા શું વ્યવસ્થિત થશે તે એક મોટો પડકાર છે. જો ચુડા શહેરની આવી પરિસ્થિતિ હોય તો ગામડાઓની કલ્પના ના કરી શકાય.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર