Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રેલરમાંથી લોખંડનું સ્ટ્રક્ચર નીચે પડતા ચક્કાજામ થયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં જતા મોટા તથા ઊંચા વાહનો માટે જીઆઇડીસી પહોંચવા વાયા ઝઘડિયા સેલોદ થઈને એકમાત્ર રોડ ચાલુ છે. જેથી અહીં વાહનોનું ભારણ મોટા પ્રમાણમાં રહે છે. આજરોજ વડોદરા આરટીઓ પાર્સિંગનુ એક મોટુ ટ્રેલર ઝઘડીયા જીઆઇડીસીમાં કોઈ કંપનીમાં લોખંડના મોટા સ્ટ્રક્ચર ભરીને ઝઘડીયા થઇને જીઆઇડીસીમાં જતું હતું. વંઠેવાડ પસાર કર્યા બાદ ફૂલવાડી પાટિયા અને સેલોદ ગામ વચ્ચે અચાનક ટ્રેલરમાં બાંધેલ સ્ટ્રક્ચરની સાંકળ તૂટી જતા સ્ટ્રકચરના બે પડખા રોડ પર પડ્યા હતા.

ઝઘડીયાથી જીઆઇડીસીને જોડતા એકમાર્ગીય રોડ આખો રોકીને ચાલતા સ્ટ્રક્ચર ભરેલા ટ્રેલરના કારણે અને તેની સાકળ તૂટવાના ક‍ારણે સ્ટ્રકચર નીચે પડી જતા જીઆઈડીસી રોડ પર વાહનોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. વહેલી સવારે પહેલી શિફટમાં જતા કંપની કર્મચારીઓના વાહનો તથા માલવાહક વાહનો ઉપરાંત ઝઘડીયાથી વાલિયા જતા એસ.ટી. સહિતના અન્ય વાહનોને લઇને એક કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જામી હતી. ઘટનાના પગલે ટ્રેલરનો ચાલક ટ્રેલર છોડી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યુ હતુ. કલાકો સુધી રોડ પરથી સ્ટ્રક્ચર નહિ હટાવાતા વાહન ચાલકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરાનાં ધંત્યા પ્લોટ અને સાતપુલ નવાં પ્રભાવિત કલસ્ટર બન્યા.

ProudOfGujarat

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના પ્રસ્તુત કરશે.

ProudOfGujarat

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!