Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગણેશ ઉત્સવનું આયોજન કરી રહેલા અમદાવાદીઓએ આ પ્રકારના નિયમોનું કરવું પડશે પાલન.

Share

અમદાવાદમાં ગણેશ ઉત્સવનું આયોજન ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે કોરોનાના બે વર્ષમાં આ ઉત્સવ પહેલાની જેમ ધામધૂમથી ઉજવાઈ શકાયો નથી, ત્યારે આ વખતે રંગચંગે પંડાલોની સ્થાપના સોસાયટીઓમાં, જાહેર માર્ગો પર અને ઘરોમાં અમદાવાદીઓ કરશે. પરંતુ ગણેશ ઉત્સવનું આયોજન કરી રહેલા અમદાવાદીઓએ કેટલાક નિયમોનું કરવું પડશે. કેમ કે, અમદાવાદ પોલીસ વિભાગ તરફથી ગણેશ ઉત્સવ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ સ્થાપનનું વિશેષ મહત્વ અમદાવાદમાં છે. કોરોનાના વિતેલા બે વર્ષની અંદર અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે, કોરોનાને જોતા મૂર્તિની સાઈઝ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આ નિયંત્રણો હટ્યા છે.

– જાહેરનામાં આ નિયમોનો કરાયો ઉલ્લેખ
ગણેશ સ્થાપના માટે અમદાવાદીઓએ મંજુરી લેવી જરૂરી છે. આ ઉપરાંત પીઓપીની મૂર્તી પાંચ ફૂટથી વધુ ઉંચી ના હોવી જોઈએ, માટીની મૂર્તિ નવ ફૂટથી વધારે ના હોવી જોઇએ. મૂર્તિ બનાવતા કારીગરો મૂર્તિમાં ઝેરી કેમિકલનો ઉપયોગ નહીં કરી શકે છે. ખાસ કરીને કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. ખાસ કરીને જાહેરા જગ્યા પર સોસાયટીની બહાર લાગતા પંડાલ પર મ્યુઝિક, લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓ દ્વારા મંજુર કરવામાં આવેલા રૂટ પર જ ગણેશજીની શોભાયાત્રા નિકળી શકશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ સાબરમતી આસપાસ તૈયાર કરવામાં આવેલા કુંડમાં જ મૂર્તિનું વિસર્જન થઈ શકશે.

Advertisement

અમદાવાદમાં મોટાભાગના ઘરોમાં મૂર્તિ સ્થાપન થતું હોય છે ત્યારે આ વખતે સોસાયટીઓમાં, ઘરોમાં, વિવિધ ગ્રુપો દ્વારા, ઓફિસોમાં વગેરે જગ્યાએ અંદાજિત 1 થી 1.25 લાખ જેટલી ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય તેવો અંદાજ અમદાવાદ શહેરમાં લગાવી શકાય છે. અગાઉ બે વર્ષમાં સાર્વજનિક મૂર્તિ સ્થાપનની મર્યાદા 4 ફૂટ હતી જ્યારે ઘરોમાં 2 ફૂટની મૂર્તિની મર્યાદા હતી જેથી આ વખતે મોટી મૂર્તીઓ પણ બનાવવામાં આવી છે. આયોજકો આ વખતે 5 થી લઈને 9 ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી શકશે.


Share

Related posts

સુરતમાં 4 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

ProudOfGujarat

હવે રાત્રે 12 વાગ્યે પોલીસ નહીં કરાવે ગરબા બંધ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસને આપી સૂચના

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!