Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સી.આર.સી ભવન ખાતે આજે સમગ્ર શિક્ષા આઈ.ડી. વિભાગ ગાંધીનગર અર્તગત દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

Share

સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ લોન્ચ કરેલ છે ત્યારે આજે લીંબડી સીઆરસી ભવન ખાતે લીંબડી ચુડા અને સાયલા ના દિવ્યાંગ બાળકો માટે સમગ્ર શિક્ષા આઈ.ડી. વિભાગ ગાંધીનગર અર્તગત દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં દિવ્યાંગતાની કેટેગરી CPMR એટલે કે મગજને લગતા માનસિક, HI બહેરા મુંગા, VI એટલે કે અંધ, OH એટલે હાડકાંને લગતા દિવ્યાંગ બાળકોનુ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે અંદાજીત દિવ્યાંગ બાળકોને તાલીમ આપતા 26 શિક્ષકો પણ હાજર રહ્યા હતા ત્યારે આ દિવ્યાંગ બાળકોને જે-તે કેટેગરીના ડોક્ટરી સર્ટિફિકેટ પરથી દિવ્યાંગતાને લગત સાધન સામગ્રી બે માસની અંદર આપવામાં આવશે તેમજ જે બાળકે આનો લાભ અગાઉ લીધેલ હશે તેને આનો લાભ મળવા પાત્ર નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચના અંગારેશ્વર ગામે ભાજપના આગેવાન દ્વારા ગેરકાયદે રેત ખનન ઉપર તંત્રની રેઇડ, ₹5.70 કરોડના સાધનો જપ્ત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!