Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

Share

– ગટરની સફાઈ કરવા જતાં ત્રણ સફાઈ કામદારોનું મોત નીપજ્યું હતું તે જ જગ્યાએ ગટર ઊભરાઈ

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગો પર હાલ ચોમાસા દરમિયાન ગટર ઉભરાતા રોડ પર ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ડેડીયાપાડા યાહા મોગી ચોક થી મોસદા જવાના રોડ પર ગટર ઉભરાતા નગરના પ્રવેશદ્વાર સુધી ગટરનું દુર્ગંધ મારતું પાણી વહેતું થયું છે. તેમજ નગરના મુખ્ય માર્ગ એવા તાલુકા પંચાયત પાસે પણ ગટર ઉભરાતા ખરાબ પાણી વહેતુ થયું છે.

Advertisement

થોડા સમય અગાઉ આ જ જગ્યા એ ગટરની સફાઈ કરવા ઉતરેલા ત્રણ જેટલા સફાઈ કામદારોનું મોત થયું હતું. ત્યારે હાલ ગંદકીને કારણે આસપાસના રહીશોને ત્યાં થી પસાર થવું મુશ્કેલ થઈ ગયું ગયું છે. દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર વહેતા આસપાસ વિસ્તારમાં રોગચાળાની સ્થિતી વકરે એમ લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

તાહિર મેમણ , ડેડીયાપાડા


Share

Related posts

અંકલેશ્વર : સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલુ તળાવ શોભાના ગાંઠિયા સમાન…

ProudOfGujarat

અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલરી ધરાશાયી, ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યૂ કર્યુ

ProudOfGujarat

અંકલેશ્વર જિલ્લા પોલીસનું અંકલેશ્વરમાં સરપ્રાઈઝ સર્ચ ઓપરશન – ભાડુઆત, દુકાનદાર સહિત વાહનોનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!