Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરમાં સવારથી મેહુલિયો જામ્યો : વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

Share

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સવારથી એકધારો વરસાદ ખાબકયો હતો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વચ્ચે આગામી ચાર દિવસ અનરાધાર વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

વહેલી સવારથી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા હડફ, શહેરા, હાલોલ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. આજે સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ ઉમટી પડી હતી તે જોતાં જાણે મેઘરાજાએ મન મૂકીને વરસે તેવા એંધાણ અગાઉથી જોવા મળ્યા હતા. ત્યારે ગોધરાના અમદાવાદ હાઇવે પાસે આવેલ ભૂરાવાવ વિસ્તારમાં ખાડીફળિયા, ચિત્રાખાડી, તેમજ સિંધુરીમાતા વિસ્તાર, ડોડપાફળિયા, ઝુલેલાલ સોસાયટી, વિસ્તારમાં લોકોના ઘરોમાં તથા ઘર પાસે પાર્ક કરેલ વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ક્યાં કેટલો વરસાદ?
1. કાલોલ. 13 મી.મી
2. ગોધરા. 22 મી.મી
3. ઘોઘંબા. 12 મી.મી
4.જાંબુઘોડા. 162 મી.મી
5. મોરવા હડફ. 9 મી.મી
6.શહેરા. 6 મી.મી
7. હાલોલ. 43 મી.મી

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

જિલ્લામાં વ્યવસાયની સરળ તકોને વેગ આપવા DBRAP -2025 વર્કશોપનું આયોજન

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા પ્રમુખના ચાલતા વિવાદ અંગે ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પની કરાઇ પૂર્ણાહુતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!