Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતના ચોપડી ગામે આકાશી વીજળી પડતા 2 પશુના મોત નિપજ્યા.

Share

તારીખ ૨૧ સપ્ટેમ્બર મંગળવારના રોજ આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં વસાવા મંગાભાઈ કાલિયાભાઈના ઘર પર ગત રાત્રીના તારીખ 20 સપ્ટેમ્બરના રોજ આકાશી વીજળી એકાએક પડતા જ ઘરમાં બાંધેલા તેમના બે મૂંગા પશુનું સ્થળ પર જ મૃત્યુ થઈ જવા પામ્યું હતું, બંને ખેતીમાં વપરાતા બળદો હોવાના કારણે ધરતી પુત્ર પર મુશ્કેલીના વાદળ છવાઈ ગયા છે, ત્યારે ઘટના ની જાણ પંચાયતને થતા, જવાબદાર તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઇ સ્થળની મુલાકાત લીધી હતી, તેમજ પશુના માલિકને આશ્વાસન આપી ખેડૂતને તંત્ર દ્વારા મદદરૂપ થવા માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં પત્ર લખી જાણ કરી હતી.

તાહિર મેમણ, ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પ્રકૃતિ સુરક્ષા મંડળની પ્રદુષણના મુદ્દે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરનાર NCT ના સંચાલકો અને ઉદ્યોગો સામે કેસ કરવા કરી માંગણી

ProudOfGujarat

ભરૂચ-ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં આવતી ચાર સોસાયટીના રહીશોએ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રાજકારણના મોટા સમાચાર, ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મળી શકે છે નવા ચેહરાઓને તક..? જુઓ કંઈ બેઠક પર સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!