Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે રહેતા કમલેશભાઇ દશરથભાઈ વસાવા ગત તા. ૨૦ મીના રોજ જમી પરવારી ઘરની બહાર નીકળતા હતા તે વખતે તેમના ફળીયામાં રહેતો છના જેઠાભાઈ વસાવા તેમના ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે તને વધારે મસ્તી છે, તું પેલા આપણા ગામના દિલીપ રવિયા સાથે કેમ ફરે છે? તેમ કહી કમલેશને ગમેતેમ માં બેન સમાણી ગાળો બોલવા લાગ્યો હતો. કમલેશે ગાળો બોલવાની ના પાડતા છનાએ ઉશ્કેરાઇ જઇને કમલેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. તે વખતે છનાનુ ઉપરાણું લઇને તેનો પુત્ર રાકેશ તથા દેવરાજ તેમજ છનાની પત્ની સરોજ પણ આવીને કમલેશને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. કમલેશની પત્નીએ વચ્ચે પડીને વધુ મારમાંથી બચાવ્યો હતો. છના વસાવાએ ત્યારબાદ આ વખતે તું બચી ગયો બીજી વાર મળશે તો તારા ટાંટિયા ભાગી નાખીશ એમ કહીને ધમકી આપી હતી. વધુ માર માંથી બચવા કમલેશ તેના નાના ભાઈ શૈલેષના ઘરે જતો રહ્યો હતો. તેને માર માર્યો હોય વાલીયા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. આ અંગે કમલેશ દશરથભાઈ વસાવાએ છના જેઠાભાઈ વસાવા, રાકેશ છના વસાવા ,દેવરાજ છના વસાવા અને સરોજ છના વસાવા તમામ રહે.હરીપુરા (આંબોસ) તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભ્રષ્ટાચાર : હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયાનું અનુમાન.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં જન્મદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ ડમ્પીંગ સાઈટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાખતા મજબૂર બન્યા : રોગચાળો ફેલાવાની દહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!