Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના અવિધા ગ‍‍ામના બે યુવકોને બે અજાણ્યા ઇસમોએ માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન મોટરસાયકલ સવાર બે યુવકોને કોઇ બે અજાણ્યા ઇસમોએ માર માર્યો હોવા બાબતની ઘટના બનવા પામી છે.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ અવિધા ગામે રહેતો નિલકુમાર અખિલેશભાઇ પટેલ નામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીમ‍ા નોકરી કરે છે.તા.૨૦ મીના રોજ આ યુવક તેના મિત્ર શ્રેયસકુમાર મિસ્ત્રી સાથે રાતના સાડા નવ વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને સરકારી દવાખાનાની સામે આવેલ સ્થળે ગયા હતા અને ત્યાં થોડીવાર બેસીને પાછા ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે દવાખાનાની બહારની લાઇટો બંધ હતી, અને તે દરમિયાન બે અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ રસ્તા પર ઉભી રખાવી દીધી હતી. પાછળ બેસેલ શ્રેયસને આ બન્ને અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ પરથી નીચે ઉત‍ારી દીધો હતો. બાઇક ચાલક નિલકુમાર પણ મોટરસાયકલ પરથી નીચે ઉતર્યો હતો. બાદમાં આ બે અજાણ્યા ઇસમોએ આ લોકો સાથે ઝપાઝપી કરી હતી અને એક ઇસમે સળિયા જેવી કોઇ વસ્તુથી નિલકુમારને કપ‍ાળ પર સપાટો મારતા તે જમીન પર પડી ગયો હતો. આ અજાણ્યા ઇસમોએ ઝપાઝપી કરીને મોટરસાયકલ સવાર આ બન્ને યુવકોને સપાટા મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ મોટરસાયકલ સવાર યુવકોએ તેમનો પ્રતિકાર કરતા તેઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકોએ અવિધા સરકારી દવાખાને સારવાર લીધી હતી. આ ઘટન‍ા અંગે નિલકુમાર અખિલેશભાઇ પટેલ રહે.અવિધા તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં માર મારી ઇજા પહોંચાડનાર બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ લખ‍ાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરત શહેર માં મોજ શોખ ખાતર યુવાનો કરતાં મોબાઈલ ફોન અને પર્સ ની ચોરી ના ૧૩ ગુના ઉકેલાયા પાંચ યુવાન એ કર્યા આ ગુના

ProudOfGujarat

સુરતમાં પ્લમ્બર એસોસીએશન દ્વારા આયોજીત વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે ઉજવણી કરવામાં કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!