Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લુવારા પાસેથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલ ટ્રક સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, ૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે..!!

Share

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ બે નંબરી તત્વો અને નશાનો વેપલો કરતા તત્વો સામે સતત લાલઆંખ કરી છે, જિલ્લામાં છેલ્લા બે માસમાં અનેક સ્થળે દારૂ-જુગાર જેવી પ્રવૃતિ ઉપર પોલીસે સતત દરોડા પાડી કેટલાય બુટલેગરો સહિત બે નંબરી તત્વોને જેલના સળિયા ગણતા કરી મુક્યા છે, જિલ્લાના હાઇવે માર્ગ ઉપરથી જાણે કે ભારતીય બનાવટના વિદેશી શરાબના કારોબારનો મસમોટું નેટવર્ક ચાલતું હોય તેમ ભરૂચ જિલ્લાના પોલીસે બે માસના સમયમાં અત્યાર લાખો કરોડોનો નશાનો વેપલો ઝડપી પાડ્યો છે, તેવામાં વધુ એકવાર પોલીસે નશાના કારોબારને ધમધમાવવા નીકળેલ તત્વોના કારનામાનો પર્દાફાશ કર્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર લુવારા ગામ પાસે આવેલ એચ.પી પેટ્રોલ પંપની સામેના ભાગે લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ બાતમીના આધારે વોચ ગોઠવતા બાતમી મળેલ વાહન આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાઇ ગયો હતો, વડોદરાથી ભરૂચ તરફ આવતી ટ્રક નંબર HR-67-A-2275 ના ચાલક શંભુસિંહ નાનુસિંહ સિંહ રહે,બાડમેર જીતગઢ -બીલવારા (રાજસ્થાન)નાઓની ધરપકડ કરી આ શરાબનો જથ્થો કોની પાસેથી મેળવી ક્યાં લઈ જવાતો હતો તે દિશાઓમાં તપાસના ધમધમાટ શરુ કર્યા હતા.!

Advertisement

ક્રાઇમ બ્રાંચ ભરૂચની ટીમે ઝડપાયેલા ઈસમ પાસેથી ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની મોટી કુલ ૧૩૯૨૦ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૩૩,૨૧,૬૦૦ તેમજ મોબાઈલ ફોન અને રોકડ સહિત ટ્રક મળી કુલ ૪૩,૨૮,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં વધુ એકવાર ફફડાટનો માહોલ છવાયો છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

કંબોલી શાળા ખાતે નિવૃત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*

ProudOfGujarat

ઝધડીયા – પાણેથા ગામે ૨૧૦૦૦ ની કિંમત નો વિદેશી દારૂ પકડાયો મકાનના રસોડામાંથી તેમજ પાણીની ટાંકીમાંથી દારૂની બોટલો મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!